અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે 19થી 24 નવેમ્બર 2026 દરમિયાન ત્રીજું ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર-2026 યોજાશે. ગુજરાત પોલીસની યજમાનીમાં થનારી આ સ્પર્ધામાં બેડમિન્ટન અને ટેબલ ટેનિસ રમાશે અને 19 નવેમ્બરે રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં ઉદ્ઘાટન થશે.
રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય પોલીસ દળોની 38 ટીમોમાં 890 પુરુષ અને 272 મહિલા ખેલાડીઓ છે; 463 ગેઝેટેડ અને 699 નોન-ગેઝેટેડ અધિકારીઓ સાથે રમશે. રાજ્ય પોલીસ વડા પોતે પણ બંને રમતોમાં ભાગ લેશે.
English: The 3rd All India Police Badminton Cluster 2026, hosted by Gujarat Police, runs 19–24 November 2026 at Veer Savarkar Sports Complex, Ahmedabad, with 38 teams playing badminton and table tennis.
સ્ત્રોત: ગુજરાત પોલીસ પ્રેસ નોટ (18 Nov 2026). તસવીર: ગ્રાફિક.
રોજ ગુજરાતના મુખ્ય સમાચાર માટે સબ્સ્ક્રાઇબ કરો: Goodness of Bharat News
Send news: newsforworld324@gmail.com
